« આપણાનો કરીએ ગુલાલ | Main | જીદગી »

February 06, 2005

વજુ કોટક

તમે ફરિયાદ કરો છો કે તમારી અને આપણી મુલાકાત થતી નથી. પણ હું તમને કેવી રીતે સમજાવું કે અનેક રીતે હું તમારી મુલાકાત લઉં છું.

વહેલી પ્રભાતે પંખીઓનાં કંઠમાં સંગીત બનીને હું તમને જગાડું છું અને સૂર્યનાં કિરણોના પોશાક ધારણ કરીને હું તમારા દર્શન કરવા આવું છું. મંદિર તરફ જ્યારે તમે પગલાં માંડો છો ત્યારે ઘંટનાદમાં છુપાઇને હું તમારું સ્વાગત કરું છું અને એમને ચરણે પુષ્પો ધરો છો ત્યારે પ્રભાતનાં પુષ્પો બનીને હું જ તમારા હાથમાં શોભું છું.

સૂર્યથી તેજ છૂટું પડી શકતું નથી, અને સાગરથી મોજાં વિખૂટાં પડતાં નથી અને વસ્તુમાંથી છાયા દૂર થઇ શકતી નથી તો પછી તમે જ કહો કે તમે અને હું જુદા કેવી રીતે છીએ ? (Vaju Kotak Gujarati Chitralekha. Literature and art site)

February 6, 2005 in વિચારો (vicharo) | Permalink

Comments

Very nice. Very very happy reading this article. Excellent. મન પ્રફુલ્લિત થઈ ગયું. શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય એટલો બધો આનંદ થયો.

Posted by: Jaymala | Feb 18, 2005 5:39:07 AM

बहुत सुन्दर
हिन्दी अनुवाद सुनकर बहुत अच्छा लगा,
जब इसका अनुवाद इतना सुन्दर है तो मूल रचना कितनी सुन्दर होगी.
अब भई हमको भी बताओ कि गुजराती कैसे सीखें? ताकि हम भी गुजराती मे टिप्पणी लिख सकें.

Posted by: जीतू | Feb 7, 2005 12:21:51 AM

ગુજરાતીમાં બ્લોગ વાંચીને બહુ આનંદ થયો !
સરસ કાર્ય !

Posted by: Kartik Mistry | Feb 6, 2005 11:28:49 PM

સરસ
ચિત્રલેખા વાઁચતૉ હૉઊ ઍવ્ લાગે છે.

Posted by: તૂષાર | Feb 6, 2005 12:10:22 PM

The comments to this entry are closed.