« પ્રિન્સ અમેરીકા - તારી યાદ આવે છે - 1 | Main | રાવજી પટેલ - ગીત »
March 19, 2005
ઉમાશંકર જોષી - ભોમિયા વિના
(ખાસ દર્શનાબહેનની ફરમાઇશ પર)
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવાં'તાં કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
- ઉમાશંકર જોષી (Umashankar Joshi - Bhomiya Vina mare. Poems in Gujarati. Literature and art site)
March 19, 2005 in કવિતા (kavita) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
http://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346d8f9f69e2
Listed below are links to weblogs that reference ઉમાશંકર જોષી - ભોમિયા વિના:
Comments
Thank you SV for posting the same..
I am trying to learn how to write in gujarati fonts, once i m thorough i shall contribute old gujarati poems.
Thanks again,
Darshana Dushyant
Posted by: Darshana Dushyant | Apr 6, 2005 3:09:03 AM
SV ,
Great work can you arrange for the gujarati poem "Nani mari aankh" a kids poem , after 25 yrs i still remember most of it..
Thanks in advance.
Posted by: Brijesh Pandya | Mar 29, 2005 5:28:49 AM
આ ઘણી જ સુંદર રચના છે. મને ખાત્રી છે કે ક્યારેક તો જીવનમાં દરેક મનુષ્યને "ભોમિયા વિના ડુંગરા ભમવાની" ઈચ્છા થઈ જ આવે છે. આવી સુંદર રચના અહીં પ્રસ્તૂત કરવા બદલ આભાર...
સિદ્ધાર્થ
Posted by: ડો. સિદ્ધાર્થ શાહ | Mar 20, 2005 8:27:20 AM
તમારા બ્લોગ વિના આ રત્નો ક્યાં મળવાના. તમારો ઘણો ઘણો આભાર.
Posted by: મિત્ર | Mar 20, 2005 8:26:59 AM
The comments to this entry are closed.
