« હરીન્દ્ર દવે - જાણીબૂજીને | Main | ત્રિભુવનભાઈ વ્યાસ - ખિસકોલી »
July 09, 2005
મકરંદ દવે - હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
ઝરણ પર વહેતી
એ રંગીન રમણા !
ખીલ્યાં પોંયણાં સંગ
સોહાગ શમણાં !
અને લોચનોની શમી આજ કેવી
મદીલી છતાં મૂક લજ્જાળુ લહેરો.
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
વિષાદી જો વાદળમાં
એ મુખ લપાતું,
અમારું ત્યાં કેવું
કલેજું કપાતું !
હવે તો પડ્યો રાહુથી પણ ભયાનક,
શું પૃથ્વી પરે�નો આ પડછાયો ઘેરો ?
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
હશે ઈન્દ્રપુરની
નવોઢા એ નારી ?
હશે લાડલી
દેવ કેરી દુલારી !
પિતા ! પૂછતી આજ આંખો નિમાણી:
તમારાં રતન રોળવાં શું ઉછેરો ?
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
અજાણ્યાં ઝરૂખે
સલૂણી, સુહાની,
ભયાઁ જોબને આ
ઢળી જિંદગાની:
અરે મુક્ત આકાશી પંખીને પીંખે !
શિકારીનો પાષાણી પંજો નમેરો !
હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો
પરેશાન, ગમગીન, પીળો ચહેરો.
- મકરંદ દવે (Makrand Dave - Haveli ni pachhal namyo chaando kero. Poems in Gujarati. Literature and art site)
July 9, 2005 in કવિતા (kavita) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
http://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8355173cd69e2
Listed below are links to weblogs that reference મકરંદ દવે - હવેલીની પાછળ નમ્યો ચાંદ કેરો:
Comments
The comments to this entry are closed.
