« શું જાણે! | Main | માલા કાપડિયા »

February 11, 2005

નરસિંહ મેહતા - અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
   જુજવે રૂપ અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,
   શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,
   વ્રક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને,
    શિવ થકી જીવ થયો એ જ આશે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મ્રતિ સાખ દે,
    કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,
   અંતે તો હેમનું હેમ હોયે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...

વ્રક્ષમાં બીજ તું, બીજમાં વ્રક્ષ્ર તું,
   જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈયો એ જ મન તણી શોધના,
    પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે,
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ...

      -નરસિંહ મહેતા સાંભળો (click to listen)(Narsi Mehta - Akhil Bhraman ma. Poems in Gujarati. Literature and art site)

February 11, 2005 in પ્રભાત્યા (prabhatiya), સંગીત સાથે (audio) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346a0c5569e2

Listed below are links to weblogs that reference નરસિંહ મેહતા - અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ :

Comments

Khub j sunder . . . dhanyawad tamne aa Gujarati blog mate . . .

Hu ek Gujarati geet sodhi rahyo chu pan maltu nathi . . . 'aandhadi ma no kagad' - jo shakya hoy to moklavjo athva tamara blog ma prastut karjo...
-TD

Posted by: Tushar | Apr 6, 2005 3:00:22 PM

Guju blog brings back old memories....

.....It is like being inside (after ages) one of the favourite old room at the end of my old village home in Gujarat ...... Thank you!!!

Posted by: Abhay Patel | Feb 11, 2005 4:23:23 PM

હવે પછી વૈશ્ણવ જન તૉ મૂકો !

Posted by: તૂષાર | Feb 11, 2005 11:33:14 AM

The comments to this entry are closed.