« જગદીશ જોષી - અમે | Main | લોક સાહિત્ય - દેવના દીધેલ »
February 16, 2005
નરસિંહ મહેતા - વૈષ્ણવ જન
વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે
સમ દ્રષ્ટીને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે
મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે
રામ નામ શું તાળી લાગે, સકળ તિરથ તેના તનમાં રે
વણ લોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર તાર્યા રે
-નરસિંહ મહેતા સાંભળો (click to listen)(Narsi Mehta - Vaishnava Jan. Poems in Gujarati. Literature and art site)
February 16, 2005 in કવિતા (kavita), સંગીત સાથે (audio) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83435098f53ef
Listed below are links to weblogs that reference નરસિંહ મહેતા - વૈષ્ણવ જન:
Comments
Interesting...very nice...I have some good Gujarati geet..how can I send it?
anuja
Posted by: anuja | Mar 7, 2005 9:44:33 AM
Very good selection! The poem that inspired Mahatma Gandhi!
Posted by: તૂષાર | Feb 16, 2005 10:25:45 AM
The comments to this entry are closed.