« રમેશ પટેલ (પ્રેમોર્મિ) - સખી રે, મારી તું તો પતંગ ને હું દોર | Main | પ્રીતી સેનગુપ્તા - એક પંખીનાં પીંછાં સાત »

February 22, 2005

જગદીશ જોષી - વાતોની કુંજગલી

વાતોની કુંજગલી

વાતે વાતે તને વાંકું પડયું :
         ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
         મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
         પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
         હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
         મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
         કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
         કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
         ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

       - જગદીશ જોષી (Jagdish Joshi - Vaato ni Kunjgali. Poems in Gujarati. Literature and art site)

February 22, 2005 in કવિતા (kavita) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d834ff379369e2

Listed below are links to weblogs that reference જગદીશ જોષી - વાતોની કુંજગલી :

Comments

The comments to this entry are closed.