« વિચાર્યુ ના | Main | મહેન્દ્ર વ્યાસ 'અચલ' - કોઇ પ્રીત કરી તો જાણે ! »

February 28, 2005

'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - એક ઘા

એક ઘા

તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો,
છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.

મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!

આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ,
મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.

રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે.

      - 'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi - Aek Gha Kalapi no Kekaro. Poems in Gujarati. Literature and art site)

February 28, 2005 in કવિતા (kavita) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d834362a6253ef

Listed below are links to weblogs that reference 'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - એક ઘા:

Comments

most heart rendering poem i have read in my life
very much influenced by it since i read it first in about 6th or 5th grade. was really searching for this master-piece.

Posted by: arpita | Apr 11, 2005 1:41:06 PM

કલાપીનો કેકારો તમે વાચ્યો છે?

Posted by: મિત્ર | Mar 3, 2005 6:39:26 PM

Very nice! Where do you find these jewels?

Posted by: તૂષાર | Feb 28, 2005 10:10:19 PM

Breach of trust has never been explained so well. Good one.

Posted by: Manish | Feb 28, 2005 2:50:18 PM

The comments to this entry are closed.