« ઝવેરચંદ મેઘાણી - કેવી હશે ને કેવી નૈ | Main | જગદીશ જોષી - વાતોની કુંજગલી »

February 21, 2005

રમેશ પટેલ (પ્રેમોર્મિ) - સખી રે, મારી તું તો પતંગ ને હું દોર

સખી રે, મારી તું તો પતંગ ને હું દોર
         કાપી ના કાપે એવી જોડ.
તારે તો જાવું પેલા, અંબરને આંજવાને
         મારી રે સાથે જોડાજોડ
તું તો પતંગ રંગ ધેરો ગુલાબી ને
         મારો રે રંગ છે અજોડ.
તારો રે ઘાટ મને મનગમતો મળીયો ને
         તુંથી બંધાયો "હું" અજોડ.
તેં તો તારે માથે ફૂમતાં લટકાબવીયાંને
         મારો એ "માંજો" અજોડ.
તું તો અનંત આભ ઊડતી ને ઊડતી
         છોડે ના "સંગ" તું અજોડ.

          - રમેશ પટેલ (પ્રેમોર્મિ) (Ramesh Patel (Premorni) - Sakhi re, mari tu to patang ne hu doar. Poems in Gujarati. Literature and art site)

February 21, 2005 in કવિતા (kavita) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8343574e153ef

Listed below are links to weblogs that reference રમેશ પટેલ (પ્રેમોર્મિ) - સખી રે, મારી તું તો પતંગ ને હું દોર:

Comments

ગુજરાતીમાં જો તમે લખવા માંગતા હો, તો આ software જરુરથી download કરજો

http://www.bhattji.com/saral

Posted by: જયદીપ ભટ્ટ | Feb 21, 2005 10:43:39 AM

The comments to this entry are closed.