« એન. ર. આઇ. ફાધર્સ ડે | Main | શું જાણે! »

February 09, 2005

ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ - બિલાડી

મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપળી છે

તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે

તે દહીં ખાય - દૂધ ખાય
ઘી તો ચપચપ ચાટી જાય

તે ઉંદરને જટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે

તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે

   - ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ (Tribhuvan Gaurishankar Vyas - Biladi. Poems in Gujarati. Literature and art site)

February 9, 2005 in બાળ ગીતો (bal geeto) | Permalink

Comments

હૂં બાળમંદિર માં પહેલી કવિતા આ જ શીખેલો!

Posted by: તૂષાર | Feb 9, 2005 11:06:03 AM

The comments to this entry are closed.