« કહે નેપોલિયન દેશને | Main | પ્રિન્સ અમેરીકા - તારી યાદ આવે છે - 1 »

March 17, 2005

નર્મદ - જય જય ગરવી ગુજરાત!

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

         -નર્મદ (Narmad - Jai Jai Garvi Gujarat. Poems Kavita in Gujarati. Literature and art site)

સાંભળો (click to listen)

March 17, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya), સંગીત સાથે (audio) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346d4bac69e2

Listed below are links to weblogs that reference નર્મદ - જય જય ગરવી ગુજરાત!:

Comments

hi SV,

Nice poem...

What a coincidence...I just published it recently on my blog on 14th of March...

If you have "Pagla vasant na" by Manoj Khanderiya, please publish it, I really love it but could not find it.

rest is going well... I think now I am more comfortable with typing in Gujarati.

http://drsiddharth.blogspot.com

take care.

Siddharth

Posted by: ડો. સિદ્ધાર્થ શાહ | Mar 17, 2005 7:00:53 PM

Thank you very much for providing old gold to us.

If you have that poem " Bhomiya vina na mare bhamvata dungra" and " jya jya nazar mari thare, yaadi bhari tya aapni" by Kalapi, Kindly arrange.

Thanks again,

Darshana Dushyant

Posted by: Darshana Dushyant | Mar 17, 2005 11:08:03 AM

આ કવીતા માટે તમે ઘણી વાટ જોવડાવી!

Posted by: તૂષાર | Mar 17, 2005 10:17:17 AM

The comments to this entry are closed.