« 'કલાપી' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - એક યાદી આપની ! | Main | શેખાદમ આબુવાલા - એ તો ઝીલે તે જાણે »
March 03, 2005
બાલશંકર કંથારિયા - ગુજારે જે શિરે તારે
આ કાવ્યની એક એક પંક્તિ મને પ્રિય છે અને જીવવા માટેની ચાવી છે.
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
 ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
 જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.
કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
 જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
 ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
 દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.
વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
 ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
 પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
 પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
 ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
 અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.
લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
 અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.
વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
 વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.
રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
 જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.
પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
 પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.
કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
 નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.
  - બાલશંકર કંથારિયા (Balshankar Kantharia - Gujara je shira tare. Poems in Gujarati. Literature and art site)
March 3, 2005 in કવિતા (kavita), પ્રભાત્યા (prabhatiya), ભજન-આરતી (bhajan-aarti) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346be7b969e2
Listed below are links to weblogs that reference બાલશંકર કંથારિયા - ગુજારે જે શિરે તારે :
Comments
Jai ! Jai ! Garvi Gujarat !
Uttarman Amba maata
Puravaman Kali Maata
Chhe Dakshin Disaman Karant raksha Kunteshwar Mahadev,
Ne Somnath ne Dwarkesh ae Pachcim Kera dev
Chhe Sahayamanb Sakshaat
Jai ! Jai ! Garvi Gujarat !
Posted by: તૂષાર | Mar 6, 2005 4:23:35 PM
બહુ જ સરસ! આવા રત્નો તમે ક્યાંથી લાવો છો?
Posted by: મિત્ર | Mar 3, 2005 6:36:55 PM
This is absoultely *beautiful*.
I absolutely loved the line starting with 'Parai murkhta kaje..'
It's so very true but its very difficult to follow. I am still trying....
Thanks for this post! :)
JD
Posted by: JD | Mar 3, 2005 12:52:10 PM
મુકો એટલે કે પોસ્ટ કરો !
Posted by: તૂષાર | Mar 3, 2005 11:29:26 AM
જય જય ગરવી ગુજરાત મુકો ને !
Posted by: તૂષાર | Mar 3, 2005 11:07:46 AM
The comments to this entry are closed.