« ઇન્તઝાર | Main | જમન કુંડારિયા - સિતારા »

March 26, 2005

હરજીવન દાફડા - નીકળવું છે

વારાફરતે વારામાંથી નીકળવું છે;
મારે આ જન્મારામાંથી નીકળવું છે;

જન્મોથી હું એની અંદર જકડાયો છું,
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે;

તેથી સઘળું જગના ચરણે અર્પણ કીધું,
મારે તારા-મારામાંથી નીકળવું છે;

કાયમ શાને જન્મ-મરણના ભયમાં રહેવું?
સંસારી આ ધારામાંથી નીકળવું છે;

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો,
ભીતરના અંધારામાંથી નીકળવું છે.

          - હરજીવન દાફડા (Harjivan Dafada - nikalvu chhe. Ghazal in Gujarati. Literature and art site)

March 26, 2005 in ગઝલ (ghazal) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83438d63553ef

Listed below are links to weblogs that reference હરજીવન દાફડા - નીકળવું છે:

Comments

are bhai atala dukhi shane thao cho? have avya j cho to maja karone!

Posted by: namrata | Mar 29, 2005 12:42:08 PM

thats so dark.....and scary....but still beautiful

Posted by: Vatsa | Mar 27, 2005 8:28:58 AM

The comments to this entry are closed.