« જમન કુંડારિયા - સિતારા | Main | કુમુદ પટવા - ક્યાં છે? »

March 28, 2005

ભગવતીકુમાર શર્મા - બે મંજીરાં

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં...

         ક્રુષ્ણક્રુષ્ણના રસબસ રણકે
                  પડે પરમ પડછન્દા:

         એક મંજીરે સૂરજ ઝળહળ,
                  બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા...

         રાસ ચગ્યો ને હૈડાહોંશે
                  હાથની કીધી મશાલ;

         વિષનો પ્યાલો હોઠ પામીને
                  નરદમ બન્યો નિહાલ.

હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં...
                           મારે રુદિયે બે મંજીરાં.

          - ભગવતીકુમાર શર્મા (Bhagwatikumar Sharma - bae manjira. Poems in Gujarati. Literature and art site)

March 28, 2005 in કવિતા (kavita) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346c385053ef

Listed below are links to weblogs that reference ભગવતીકુમાર શર્મા - બે મંજીરાં:

Comments

The comments to this entry are closed.