« મા | Main | હસતે મુખ રસ્તામાં વેર્યા, »
March 13, 2005
પ્રિતમદાસ - હરીનો મારગ છે શૂરાનો
હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતા લેવું નામ જોને.
સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.
મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને.
પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને.
માથા સાટે મોંધી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.
રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને.
- પ્રિતમદાસ (Pritamdas- Hari no maarag chhe. Poems in Gujarati. Literature and art site)
March 13, 2005 in કવિતા (kavita), પ્રભાત્યા (prabhatiya), ભજન-આરતી (bhajan-aarti) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8346d07cd69e2
Listed below are links to weblogs that reference પ્રિતમદાસ - હરીનો મારગ છે શૂરાનો:
Comments
આ કાવ્ય બહુ સાંભ્ળ્યું હતું પણ કવિ આજે ખબર પડી. - આભાર!
Posted by: મિત્ર | Mar 14, 2005 10:04:56 PM
The comments to this entry are closed.