« જયંત પાઠક -પ્રીત | Main | નિરંજન ભગત - ચાલ, ફરીએ »
April 30, 2005
નિરંજન ભગત - ફરવા આવ્યો છું
હું તો બસ ફરવા આવ્યો છું.
હું ક્યાં એકે કામે તમારું કે મારું કરવા આવ્યો છું?
અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
-- રે ચાહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્રમહીં સરવા આવ્યો છું!
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું ચાર ઘડી
ને ગાઇ શકું બે ચાર ઘડી
તો ગીત પ્રેમનું આ પ્રુથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું.
હું તો બસ ફરવા આવ્યો છું.
- નિરંજન ભગત (Niranjan Bhagat - Farva aaviyo chhu. Poems in Gujarati. Literature and art site)
April 30, 2005 in કવિતા (kavita) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d834421b0553ef
Listed below are links to weblogs that reference નિરંજન ભગત - ફરવા આવ્યો છું :
Comments
Like to link all the poet work to "Mushayro" section. visit http://www.zazi.com/mushayro
Posted by: zazi | Jun 23, 2005 9:31:24 PM
SV...
Great work..
you made this very sweet....
Regards
brijesh Pandya
Posted by: Brijesh Pandya | May 3, 2005 6:49:54 AM
મિત્ર,
વાત તો તમારી સાચી છે. આશા રાખુ કે લોકો અભિપ્રાય આપે.
કાર્ય ખરેખર સરાહનિય છે.
સિદ્ધાર્થ શાહ
Posted by: સિદ્ધાર્થ શાહ | May 1, 2005 10:53:16 PM
તમારા વાચકોતો કમાલ છે, બે શબ્દો વખાણના પણ નથી લખતાં. તમે આવા સુંદર રત્નો એમને વાંચવા આપો છો, વાંચે પણ છે - પણ સમય નથી અભિપ્રાય લખવાનો!! તમે આ જે કાર્ય હાથ લીધું છે તે ઘણું પ્રસ્નનિય છે. તમને ઘણાં વનદન.
હું એક બીજી નિરંજનભાઇની કવિતાની ફરમાઇશ કરું - ચાલ, ફરીએ'? બને તો જરુરથી મુકજો. આભાર - એજ મિત્ર
Posted by: મિત્ર | Apr 30, 2005 5:41:58 PM
The comments to this entry are closed.