« રાજેન્દ્ર શાહ - વૈશાખ લાલ | Main | પ્રિયકાંત મણિયાર - છેલછબીલે છાંટી »

May 23, 2005

દામોદર ખુશાલદાસ બોટાદકર - જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
                  જગથી જૂદેરી એની જાત રે ... જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
                  વ્હાલનાં ભરેલાં એના વેણ રે ... જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
                  હૈયું હેમંત કેરી હેલ રે ... જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
                  શશીએ સિંચેલ એની સોડ્ય રે ... જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
                  કાળજામાં કૈંક ભર્યા કોડ રે ... જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
                  પળના બાંધેલ એના પ્રાણ રે ... જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
                  લેતા ખૂટે ન એની લહાણ રે ... જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
                  અચળા અચૂક એક માય રે ... જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
                  સરખો એ પ્રેમનો પ્રવાહ રે ... જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
                  માડીનો મેઘ બારે માસ રે ... જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
                  એનો નહિ આથમે ઉજાસ રે
                  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

          - દામોદર ખુશાલદાસ બોટાદકર (Damodar Khushaldas Botadkar - Janani ni jod. Poems in Gujarati. Literature and art site)

May 23, 2005 in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8347b826769e2

Listed below are links to weblogs that reference દામોદર ખુશાલદાસ બોટાદકર - જનનીની જોડ સખી! નહી જડે રે લોલ:

Comments

It thrills me.....Kavi Botadkar belongs to Botad city in Bhavnagar Dist. and i myself from Botad but rightnow i m in Canada....when i read this i went in past...in my schooldays we used to sing this...I miss India i miss Gujarati thanks to brings all these great things on Net.

Posted by: sonal | Jul 29, 2005 6:03:35 PM

I loved this poem a lot...thnx a lot forSV

Posted by: Jisan | May 25, 2005 7:08:43 AM

ભૈલા,

તમારા પ્રયત્નમાંથી પ્રેરણા લઇને મેં પણ ગુજ્જુ ભાઇબંધો સાથે ગુજરાતી માં ઇમેલ વાર્તાલાપ ની શરુઆત કરી છે.

હ્રુસ્વ ઇ અને દીર્ઘ ઈ ના હજી પણ ગોટાળા મારું છું :-)

ઘણો આભાર.

-સાંગા

Posted by: સાંગા | May 24, 2005 3:42:59 PM

aa kavita online joi ne ghano j aanand thayo. Ghana vakhat thi shodhti hati te tamari website par mali gai... Great work!!!.

Posted by: rina pancholi | May 23, 2005 8:11:53 AM

The comments to this entry are closed.