« મનહર મોદી - તડકો | Main | કેશવલાલ હરગોવિંદદાસ શેઠ - ભૂલી પંથ ભમું દિનરાત »

June 25, 2005

ગણપત પરમાર - છે

નરી ઝંખનાથી સભર આ નગર છે
રહો છો તમે તે જગા કાચઘર છે

મહોબત કરી લો તમે આજ મનથી
અહીં કોઇને કાલની ક્યાં ખબર છે

નહીંતર મહેકે નહીં આ હથેળી
મળેલા નવા સ્પર્શની આ અસર છે

પ્રસંગો નવા છે અનુભવ નવા છે
થશે રાહમાં શું? અજાણી સફર છે

નથી કોઇ કારણ હવે દૂરતાનું
વિહગ પાંખશી વિસ્તરેલી નજર છે.

         - ગણપત પરમાર (Ganpat Parmar - Chhe. Poems in Gujarati. Literature and art site)

June 25, 2005 in કવિતા (kavita) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83512ed2453ef

Listed below are links to weblogs that reference ગણપત પરમાર - છે:

Comments

The comments to this entry are closed.