« ગણપત પરમાર - છે | Main | હરીન્દ્ર દવે - જ્યાં ચરણ »

June 26, 2005

કેશવલાલ હરગોવિંદદાસ શેઠ - ભૂલી પંથ ભમું દિનરાત

         ભૂલી પંથ ભમું દિનરાત રે,
         કોઇ સંત! બતાવો જી વાટ.

ઊગે સૂરજ વળી આથમે એવી ન્હોતી મારી મૂળ ભોમ;
જ્યોતિ અખંડ ઝગે જહીં જેનાં તેજ ઢળે વીંધી વ્યોમ :
                  કોઇ સંત બતાવો એ વાટ : ભૂલી...

સંસારને ઊને વાયરે થાયે ઘરઘરના દીપ ગૂલ :
જીવન એવાં અહીંનાં વ્હેંતિયાં, મારે મુલક અમરોનાં કુળ :
                  કોઇ સંત બતાવો એ વાટ: ભૂલી...

ઉષાને અધરે ખીલતો ને સંધ્યાને કાંઠે વિલાય, :
એવા રે સ્નેહને સોણલે મારું જીવતર ઝોલાં ખાય :
                  કોઇ સંત બતાવો દિવ્યવાટ : ભૂલી...

પગલેપગલે પાવક પ્રજળે; ને આંખે ઠર્યો અંધકાર;
પામર દેહની પીઠ રહી વહી ભવરણકેરો ભાર:
                  હવે સંત! દોરો સુરવાટ : ભૂલી...

          - કેશવલાલ હરગોવિંદદાસ શેઠ (Keshavlal Hargovinddas Seth - Bhuli panth bhamu din raat. Poems in Gujarati. Literature and art site)

June 26, 2005 in કવિતા (kavita) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83488471669e2

Listed below are links to weblogs that reference કેશવલાલ હરગોવિંદદાસ શેઠ - ભૂલી પંથ ભમું દિનરાત :

Comments

One of the very rare poems, would not have expected to read. I am going to email you a list of poems I would love to read. Please let me know if you can post them.

Posted by: Abdul F Khatri | Aug 17, 2005 10:05:50 AM

The comments to this entry are closed.