« હરીન્દ્ર દવે - જ્યાં ચરણ | Main | બાલમુકુંદ દવે - જૂનું ઘર ખાલી કરતાં »

July 01, 2005

રાજેન્દ્ર શુક્લ - ઈચ્છાની આપમેળ

(ખાસ પંચમ શુકલને આભારી છીએ આ ગઝલ મોકલવા બદલ)

ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવીતી તાળી.

મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી,
કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.

કૂંપળ થઈને કોળ્યો, ઝૂલ્યો થઈને ડાળી,
ફલછોડ થઇને આખર મઘમઘ થયો છે માળી.

કરતાઅકરતાબંને છે, ને નથી કશું યે,
વીંટળાઈ ખુદ રહ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી.

અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું,
કેવો ગતકડું એનું ખુશ થાય છે નીહાળી.

         - રાજેન્દ્ર શુકલા (Rajendra Shukla Iichha ni aap maal. Ghazal news in Gujarati. Literature and art site)

July 1, 2005 in ગઝલ (ghazal) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83481c59269e2

Listed below are links to weblogs that reference રાજેન્દ્ર શુક્લ - ઈચ્છાની આપમેળ:

Comments

dear sir
i am read yor web so nice

Posted by: sunil patel | Jul 9, 2005 6:23:14 AM

This ghazal is about what we call as origin of life. જીવ અને શિવનું ઐક્ય અથવા તો ઈશ્ર્વરીય લીલા. નાદ બ્રહ્મની ઉત્પત્તી.વેદાંતનો સાર. દ્વૈત-અદ્વૈતની અસમંજસ!

Posted by: Pancham Shukla | Jul 7, 2005 7:56:43 AM

The comments to this entry are closed.