« હરીન્દ્ર દવે - અનહદનો સૂર | Main | પ્રવીણ પટેલ 'શશી' - ઝબકાર »

August 09, 2005

કલ્પેન્દુ- કેવો છુટી ગયો

હતા અમારા આંગણામાં જે બે-ચાર ફુલો,
માળી કોઈ બગીચાનો આવી ચૂંટી ગયો.

એટલા તો બરડ હશે નસીબ અમારા,
વિધીના લેખનો લખનારો પણ ફુટી ગયો.

વહેંચાઈ જ્યારે ભાગ્યની દોલત સૌ ને,
મારા પછી બદનસીબીનો ખજાનો ખૂટી ગયો.

આવ્યો હતો એ અંતરથી ખબર પૂછવાને,
જતી વેળા મારા નામની છાતી કુટી ગયો.

જુઓ રડે છે સમય ચોધાર આંસુએ ખૂણામાં,
લાગે છે કે એ મારો ખજાનો લૂંટી ગયો.

સમજદારીના પ્રવાહે ધોઈ નાખ્યા કિનારાઓ,
સુખ-દુ:ખ વચ્ચેનો સેતુ જે હતો તૂટી ગયો.

થઈ આંખ બંધ અને દિશાઓ ખુલી ગઈ,
શ્વાસ જ્યારે છેલ્લો મુજથી વિખુટો ગયો.

કેવો સંગીન ભાસતો આપણો આ સંગાથ,
જુઓ પળવારમાં કેવો છુટી ગયો.

          - કલ્પેન્દુ
(Kalpendu - Kevo chhuti gayo. Ghazal in Gujarati. Literature and art site)

August 9, 2005 in ગઝલ (ghazal) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83552ab1869e2

Listed below are links to weblogs that reference કલ્પેન્દુ- કેવો છુટી ગયો:

Comments

The comments to this entry are closed.