« અખો - છપ્પા (સૂતર આવે ત્યમ તું રહે) | Main | પંચમ શુકલ - સંવનન એક ઉખાણું »

August 24, 2005

મીરાં બાઇ - નાગર નંદજીના લાલ

નાગર નંદજીના લાલ !
         રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ્ય (2)

         રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી,
તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
                           જોતી ... જોતી ... નાગર

એક એક મોતી માંહી સોના કેરો તાર,
સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
                           ભાર... ભાર ... નાગર

નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
                           ખાય... ખાય... નાગર

આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
                           ચોર... ચોર... નાગર

તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે'તી,
ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
                           કહેતી ... કહેતી ... નાગર

તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
બાઇ મીરાં કે' ગિરધર નાગર મારી મતિ છે થોડી
                           થોડી ... થોડી ... નાગર

          - મીરાં બાઇ સાંભળો (click to listen)(Mira Bai, Meera Bai, Meerabai, Mirabai - Nagar nandji na lal. Poems, garba raas, lok sahitya in Gujarati. Literature and art site)

August 24, 2005 in ગરબા - રાસ (garba- raas), લોક સાહિત્ય (lok sahitya), સંગીત સાથે (audio) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83453cd3053ef

Listed below are links to weblogs that reference મીરાં બાઇ - નાગર નંદજીના લાલ:

Comments

Aa mukava matae ghano aabhar. Thanks for posting the request.

Posted by: Abdul F Khatri | Aug 24, 2005 1:13:53 PM

The comments to this entry are closed.