« વારતા રે વારતા | Main | હરીન્દ્ર દવે - અનહદનો સૂર »
August 03, 2005
મેહુલિયો
તારે મેહુલિયા કરવા તોફાન
અમારા લોકના જાયે છે જાન
મંડ્યો ને મંડ્યો તું મુશળધાર
કેમ કરી જાવું મારે નિશાળ?
ચંપલ મારી છબ છબ થાય
ધોયેલા કપડાં બગડી જાય
અવળા ને સવળા વાયરા વાય
ઓઢેલી છત્રી કાગડો થાય - તારે...
દોડે મોટરની હારો હાર
ખસવું પડે છે વારંવાર
કેળાની છાલ આવે ત્યારે લપસી જવાય
ત્યારે તો ભાઇ મને કાંઇ કાંઇ થાય - તારે ...
(bal geeto, ramuj, lok sahitya in Gujarati. Literature and art site)
August 3, 2005 in બાળ ગીતો (bal geeto), રમુજ (ramuj), લોક સાહિત્ય (lok sahitya) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8347b77d853ef
Listed below are links to weblogs that reference મેહુલિયો:
Comments
The comments to this entry are closed.