« દલપતરામ - ઊંટ | Main | દિનેશ કોઠારી - ગૌરવ »

September 03, 2005

પ્રિયકાંત મણિયાર - આછી જાગી સવાર,

આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર. - આછી

પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર - આછી

લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીન કલરવ માંહી બહાર - આછી

ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર - આછી

         - પ્રિયકાંત મણિયાર, ‘પ્રતિક’માંથી (Priyakant Maniyar - Aachi jagi savar. Poems in Gujarati. Literature and art site)

September 3, 2005 in કવિતા (kavita) | Permalink

TrackBack

TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d83544392c69e2

Listed below are links to weblogs that reference પ્રિયકાંત મણિયાર - આછી જાગી સવાર,:

Comments

The comments to this entry are closed.