« દિનેશ કોઠારી - ગૌરવ | Main | સૈફ પાલનપુરી - નામ »
September 13, 2005
સૈફ પાલનપુરી - નામ
(ખાસ દિપિકાબહેન અને મેહુલભાઇને આભારી છીએ આ ગઝલ પંક્તિ મોકલવા બદલ)
જીવનની સમીસાંજે મારે
જખ્મોની યાદી જોવી'તી,
બહુ ઓછા પાનાં જોઇ શક્યો,
બહુ અંગત અંગત નામ હતાં.
- સૈફ પાલનપુરી
(Saif Palanpuri- Naam. Ghazals / Vicharo in Gujarati. Literature and art site)
September 13, 2005 in ગઝલ (ghazal), વિચારો (vicharo) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8348be65969e2
Listed below are links to weblogs that reference સૈફ પાલનપુરી - નામ:
Comments
Beautiful!
Posted by: JD | Sep 20, 2005 1:14:16 PM
સૈફ પાલનપુરીની આ ગઝલનાં બીજા શેર ...
ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલા જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો - શું આંસુનાં પણ નામ હતાં.
થોડીક શિકાયત કરવી'તી થોડાક ખુલાસા કરવા'તા,
ઓ મોત જરા રોકાઇ જતે - બેચાર મને પણ કામ હતાં.
હું ચાંદની રાતે નીકળ્યોતો ને મારી સફર ચર્ચાઇ ગઇ,
કંઇ મંઝિલ પણ મશહૂર હતી - કંઇ રસ્તા પમ બદનામ હતાં.
Then the posted sher
પેલા ખૂણે બેઠાં છે એ "સૈફ" છે મિત્રો જાણો છો?
કેવો ચંચલ જીવ હતો ને કેવાં રમતાંરામ હતાં!
Posted by: Pancham Shukla | Sep 13, 2005 10:41:10 AM
The comments to this entry are closed.