« ઝવેરચંદ મેઘાણી - કોઇ નો લાડકવાયો | Main | અનામિ - ' હા' 'ના' »
October 01, 2005
હરીન્દ્ર દવે - ને તમે યાદ આવ્યાં
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.
-હરીન્દ્ર દવે (Harindra Dave - ne tame yaad aviya. Poems in Gujarati. Literature and art site)
October 1, 2005 in કવિતા (kavita) | Permalink
TrackBack
TrackBack URL for this entry:
https://www.typepad.com/services/trackback/6a00d834220df153ef00d8345ad1ac53ef
Listed below are links to weblogs that reference હરીન્દ્ર દવે - ને તમે યાદ આવ્યાં:
Comments
this is a good poem of harindra dave saheb.
Posted by: Mrugesh | Oct 19, 2005 10:44:09 AM
this is the best that has been ever done for the lovers of gujarati sahitya and gujarati language.....
Posted by: rajdeepsayania | Oct 9, 2005 1:58:44 PM
The comments to this entry are closed.