September 23, 2005
કેવો મારો વટ પડે છે.
બસમાં બેસી જાઉં નિશાળે કેવો મારો વટ પડે છે.
નવું મજાનું દફતર સાથે કેવો મારો વટ પડે છે.
સફેદ ખમીસ ને ભૂરી ચડ્ડી કેવો મારો વટ પડે છે.
પગમાં ચમકે બૂટની જોડી કેવો મારો વટ પડે છે.
એ-બી-સી-ડી બધી આવડે કેવો મારો વટ પડે છે.
ભણી ગણીને મોટો સાહેબ બનશું કેવો મારો વટ પડે છે.
(bal geeto, ramuj, lok sahitya in Gujarati. Literature and art site)
September 23, 2005 in બાળ ગીતો (bal geeto), રમુજ (ramuj), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (0) | TrackBack
September 02, 2005
દલપતરામ - ઊંટ
ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”
- દલપતરામ (Dalpatram - Uut Poems in Gujarati. Literature and art site)
September 2, 2005 in કવિતા (kavita), બાળ ગીતો (bal geeto), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (6) | TrackBack
August 03, 2005
મેહુલિયો
તારે મેહુલિયા કરવા તોફાન
અમારા લોકના જાયે છે જાન
મંડ્યો ને મંડ્યો તું મુશળધાર
કેમ કરી જાવું મારે નિશાળ?
ચંપલ મારી છબ છબ થાય
ધોયેલા કપડાં બગડી જાય
અવળા ને સવળા વાયરા વાય
ઓઢેલી છત્રી કાગડો થાય - તારે...
દોડે મોટરની હારો હાર
ખસવું પડે છે વારંવાર
કેળાની છાલ આવે ત્યારે લપસી જવાય
ત્યારે તો ભાઇ મને કાંઇ કાંઇ થાય - તારે ...
(bal geeto, ramuj, lok sahitya in Gujarati. Literature and art site)
August 3, 2005 in બાળ ગીતો (bal geeto), રમુજ (ramuj), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (0) | TrackBack
July 14, 2005
વારતા રે વારતા
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર... માડી (Varta re varta. Bal geet, jodakna, lok sahitya Poems in Gujarati. Literature and art site)
July 14, 2005 in જોડકણા (jodakna), બાળ ગીતો (bal geeto), લોક સાહિત્ય (lok sahitya) | Permalink | Comments (5) | TrackBack
July 12, 2005
ત્રિભુવનભાઈ વ્યાસ - ખિસકોલી
તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી
તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી
તારા કૂદકાતો બહુ ગમે મઝાની ખિસકોલી
તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી
તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી
તારે અંગે સુંદર પટા મઝાની ખિસકોલી
તારી ખાવાની શી છટા મઝાની ખિસકોલી
તું ઝાડે ઝાડે ચડે મઝાની ખિસકોલી
કહે કેવી મઝા ત્યાં પડે મઝાની ખિસકોલી
બહુ ચંચળ તારી જાત મઝાની ખિસકોલી
તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલી
તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી
તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી
- ત્રિભુવનભાઈ વ્યાસ
(Tribhuvanbhai Vyas- Khiskoli. Poems in Gujarati. Literature and art site)
July 12, 2005 in બાળ ગીતો (bal geeto) | Permalink | Comments (2) | TrackBack
April 13, 2005
મૂળ રંગ
લાલ પીળો ને વાદળી
એ મૂળ રંગ કહેવાય
બાકીના બીજા બધાં
મેળવણીથી થાય. (Mool rang. Bal geet, jodakna, Poems in Gujarati. Literature and art site)
April 13, 2005 in જોડકણા (jodakna), બાળ ગીતો (bal geeto) | Permalink | Comments (2) | TrackBack
March 16, 2005
કહે નેપોલિયન દેશને
કહે નેપોલિયન દેશને
કરવા આબાદાન
ભલું ભણાવો પુત્રીને
તો શાણી થાનાર. (jodakna / kahvatoe in Gujarati. Literature and art site)
March 16, 2005 in કહેવતો (kahvatoe), જોડકણા (jodakna), બાળ ગીતો (bal geeto) | Permalink | Comments (0) | TrackBack
March 14, 2005
હસતે મુખ રસ્તામાં વેર્યા,
હસતે મુખ રસ્તામાં વેર્યા,
ફૂલ નશીબે ગુલાબ કેરા.
નીચા વળીને વીણીશું ક્યારે?
આજે આજે ભાઇ અત્યારે. (jodakna / kahvatoe in Gujarati. Literature and art site)
March 14, 2005 in કહેવતો (kahvatoe), જોડકણા (jodakna), બાળ ગીતો (bal geeto) | Permalink | Comments (1) | TrackBack
February 09, 2005
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ - બિલાડી
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દહીં ખાય - દૂધ ખાય
ઘી તો ચપચપ ચાટી જાય
તે ઉંદરને જટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
- ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ (Tribhuvan Gaurishankar Vyas - Biladi. Poems in Gujarati. Literature and art site)
February 9, 2005 in બાળ ગીતો (bal geeto) | Permalink | Comments (1)
February 02, 2005
નાનપણની વાતો
પંખીને
પેલા પેલા પંખીને જોઇ મને થાય
એ ના જેવી જો પાંખ મળી જાય ...
આભલે બસ ઉડયા જ કરુ
બસ ઉડયા જ કરુ
પેલા ડુંગરાની ટોચે
મારી આંખ ત્યાં જઇ પહોંચે
ધડિયાળમાં દસ વાગે
ટન - ટન - ટન ટન ટન - ટન - ટન
બચુ ક્યા? બચુ ક્યા?
બા શોધવાને આવે
બાપા શોધવાને આવે
બા ઢીંગલી જેવા
બાપા ઢીંગલા જેવા
ટન - ટન - ટન ટન ટન - ટન - ટન
પેલા પેલા પંખીને જોઇ મને થાય
એ ના જેવી જો પાંખ મળી જાય ... (nursery rhyme bal geeto in Gujarati. Literature and art site)
February 2, 2005 in બાળ ગીતો (bal geeto) | Permalink | Comments (1)