August 24, 2005

મીરાં બાઇ - નાગર નંદજીના લાલ

નાગર નંદજીના લાલ !
         રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ્ય (2)

         રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી,
તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
                           જોતી ... જોતી ... નાગર

એક એક મોતી માંહી સોના કેરો તાર,
સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
                           ભાર... ભાર ... નાગર

નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
                           ખાય... ખાય... નાગર

આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર,
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
                           ચોર... ચોર... નાગર

તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે'તી,
ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
                           કહેતી ... કહેતી ... નાગર

તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
બાઇ મીરાં કે' ગિરધર નાગર મારી મતિ છે થોડી
                           થોડી ... થોડી ... નાગર

          - મીરાં બાઇ સાંભળો (click to listen)(Mira Bai, Meera Bai, Meerabai, Mirabai - Nagar nandji na lal. Poems, garba raas, lok sahitya in Gujarati. Literature and art site)

August 24, 2005 in ગરબા - રાસ (garba- raas), લોક સાહિત્ય (lok sahitya), સંગીત સાથે (audio) | Permalink | Comments (1) | TrackBack

February 13, 2005

અવિનાશ વ્યાસ - માડી તારું કંકુ ખર્યુ

માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો,
નભમાંથી જાણે પ્રભુતાએ પગ મુક્યો
   કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો .... માડી તારું કંકુ

મંદિર સરજાવ્યું ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો
    કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો .... માડી તારું કંકુ

માવડીના રથના ઘૂઘરા બોલ્યા,
અજવાળી રાતે માએ કુમકુમ વેર્યા,
ગગનનો ગરબો માના ચરણોમાં જુક્યો,
    કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો .... માડી તારું કંકુ

   - અવિનાશ વ્યાસ (Avinash Vyas Madi Taru Kanku. Garba in Gujarati. Literature and art site)

February 13, 2005 in ગરબા - રાસ (garba- raas) | Permalink | Comments (3)